MPમાં વિવાદ: દારૂની બોટલો પર સ્ટિકર્સ, 'બટન દબાવવાનું છે અને મત આપવાનો છે'
મધ્ય પ્રદેશમાં વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રશાસન પ્રદેશની જનતાને તેમના મતાધિકાર પ્રત્યે જારૂક કરવા માટે નવી નવી વસ્તુઓનો અમલ કરી રહ્યાં છે.
Trending Photos
ઝાબુઆ: મધ્ય પ્રદેશમાં વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રશાસન પ્રદેશની જનતાને તેમના મતાધિકાર પ્રત્યે જારૂક કરવા માટે નવી નવી વસ્તુઓનો અમલ કરી રહ્યાં છે. પરંતુ પ્રશાસનની આ જાગરૂક કરવાની પહેલ આદિવાસી બહુમતીવાળા જિલ્લા ઝાબુઆમાં વિવાદમાં આવી ગઈ છે. ઝાબુઆ જિલ્લાના ચૂંટણી અધિકારીઓએ મતદારોને પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાની અપીલ કરતા દારૂની બોટલોને જ મતદાન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી છે. વાત જાણે એમ હતી કે ચૂંટણી અધિકારીઓએ જિલ્લાની 37 લાઈસન્સવાળી દારૂની દુકાનોમાં વેચાતી દારૂની બોટલો પર પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાની વાત કરી છે. જેના કરાણે અધિકારીઓનું આ પગલું સવાલના ઘેરામાં આવી ગયું છે.
બોટલો લખેલી ચેતવણી પણ છપાઈ ગઈ
આ બોટલો પર આદિવાસી ભાષામાં 'હંગલા વોટ જરૂરી હૈ બટન દબાવા નૂ વોટ નાખવા નૂ જિલ્લા ચૂંટણી અધિકારી ઝાબુઆ' લખેલુ છે. જેનો અર્થ છે કે 'બધા મતો જરૂરી છે બટન દબાવવાનું છે વોટ નાખવાનો છે.' અત્રે જણાવવાનું કે જિલ્લાના અનેક દારૂના અડ્ડાઓ પર સ્ટીકર સાથે દારૂ વેચાઈ રહ્યો છે. ત્યાં દારૂની બોટલો પર લાગેલા સ્ટીકર્સથી બોટલો પર ચેતવણી પણ છપાઈ ગઈ છે. જેનાથી જિલ્લા ચૂંટણી અધિકારીના આ પ્રયત્નની ખુબ ટીકા થઈ રહી છે. અત્રે જણાવવાનું કે ચૂંટણી અધિકારીની આ પહેલ નિષ્પક્ષ મતદાન માટે ખુબ ભારે પડી શકે છે કારણ કે અગાઉ પણ આદિવાસી ઝાબુઆ જિલ્લામાં મતદાન પહેલા દારૂ વહેંચવાનો આરોપ પાર્ટીઓ પર લાગતો રહ્યો છે.
આદિવાસી ભાષામાં લખ્યો છે સંદેશ
અત્રે જણાવવાનું કે બોટલો દ્વારા મતાધિકાર માટે પ્રેરિત કરવાના આ પગલાં પર વધતા વિવાદને જોતા અધિકારીઓએ આ પગલું પાછું ખેંચ્યું છે. જિલ્લાના એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યાં મુજબ જિલ્લા પ્રશાસને મતદારોને જાગરૂક કરવા માટે આ પ્રકારનું કેમ્પેઈન ચલાવ્યું હતું. પરંતુ શહેરમાં વધતા વિવાદને જોતા દારૂના ઠેકેદારોને સ્ટીકરના ઉપયોગની ના પાડી દીધી છે. અત્રે જણાવવાનું કે બોટલો પર લખેલો સંદેશ આદિવાસી ભાષામાં છે. જેનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ સ્ટીકર્સનું નિર્માણ આદિવાસી વર્ગને ધ્યાનમાં રાખીને કરાયું છે.
લગભગ 2 લાખ સ્ટીકર્સનું નિર્માણ
અધિકારીએ દાવો કર્યો છે કે આ પ્રક્રિયા પહેલા કલેક્ટર આશીષ સક્સેનાની સહમતિ લેવાઈ હતી. પરંતુ કલેક્ટરે આ મુદ્દાથી અંતર જાળવતા ચૂંટણી અધિકારીઓને આ અંગે સવાલ કરવાની વાત કરી છે. અત્રે જણાવવાનું કે દારૂની બોટલો પર ચિપકાવવા માટે લગભગ 2 લાખ સ્ટીકર્સ મંગાવવામાં આવ્યાં હતાં. પરંતુ જિલ્લામાં વિવાદ વધતા તેને અધવચ્ચે જ રોકી દેવાયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે